પ્રેમ શું કર્યો એણે

The following poem in Gujarati by Tushar Mehta won the third prize of INR 10,000 in Wingword Poetry Competition 2025 (Regional Category).


પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો, બોલ્યા વિના જ એ જાણે બધે પડઘો થઈ ગયો,

પ્રેમ ન હતો કાચો તોય સાબિત કરવામાં એ અડધો થઈ ગયો,
બોલ્યા વિના જ એ જાણે બધે પડઘો થઈ ગયો, સમજાવી,પટાવી,મનાવી એણે બહુ બધી એની લાગણીઓને,
સમજાવી,પટાવી, મનાવી એણે બહુ બધી એની લાગણીઓને,
દીવાની જેમ પ્રગટાવી,સવાર સાંજ એની લાગણીઓને,
પહોંચ્યો પણ નહીં એનો પ્રકાશ સજની સુધી,અને એ દીવાની જેમ બળતો થઈ ગયો,
પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો, લાગણીઓના એ દીવડા શું નડ્યા હશે એની સજનીને, લાગણીઓના એ દીવડા શું નડ્યા હશે એની સજનીને, પલક બંધ કરી અને કેમ ફેલાવ્યું હશે અંધારું એની સજની એ?
ઉજાસ લાવવા એની જિંદગીમાં એ બળીને ભડકો થઈ ગયો,
પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો. મૃગજળ જેવો સજનીનો પ્રેમ છતાય દોડ્યા જ કર્યું એણે,
મૃગજળ જેવો સજનીનો પ્રેમ છતાય દોડ્યા જ કર્યું એણે,
ધીમું ઝેર હતું એ જે અમીરસ સમજીને પીધા કર્યું એણે,
ક્યારેક તો મળશે સજની એને એ સપનું સીવ્યા કર્યું એણે,
નીલકંઠ તો બન્યો નહીં એ અને છેલ્લા શ્વાસ ગણતો થઈ ગયો,
પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો. થાક્યું એનું મન અને થાક્યા પગ,એને દોડતા પણ ના આવડ્યું,
થાક્યું એનું મન અને થાક્યા પગ,એને દોડતા પણ ના આવડ્યું,
સાંજે સાત અને તૂટે તેર એને જોડતા પણ ના આવ્યું, સફળતાના શિખરે પહોંચવા જ આવ્યો હતો અને ત્યાં તો એ પડતો થઈ ગયો,
પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો.
પહોંચશે એનો પ્રેમ મુકામ સુધી,પહોંચશે એનો પ્રેમ મુકામ સુધી,
હતો વિશ્વાસ જશે અંજામ સુધી, સપના અને હકીકતનો જાણે ઝઘડો થઈ ગયો,
બોલ્યા વિના જ એ બધે પડઘો થઈ ગયો. ક્યારેક હસતા રમતા તો ક્યારેક વાતો કરતા, ક્યારેક હસતા રમતા તો ક્યારેક વાતો કરતા, નિભાવ્યા બધા કીરદાર એણે હસતા હસતા, છેક સુધી ટક્યો કલાકાર એ અવલ નંબરનો, છેક સુધી ટક્યો કલાકાર એ અવલ નંબરનો, પત્યો નાટકનો અંશ અને કફનનો પડદો થઈ ગયો, પ્રેમ શું કર્યો એણે અને એ ચર્ચામાં ચડતો થઈ ગયો..
તુષાર મહેતા.